- 30 માર્ચના રોજ લેવાઈ હતી પ્રવેશ પરીક્ષા
- 50% માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ
- 9997 શાળામાં બાળકોને અપાશે એડમિશન
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પરિક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. ગત 30 માર્ચના રોજ રાજ્યમાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 9997 શાળાના 30,387 વિદ્યાર્થીઓ મેરીટમાં 50 ટકા કરતા વધુ ગુણ મેળવ્યા હતા. જેમાંથી 25 હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના માટે 4.46 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી અને ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલી સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 ના શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવશે.


