- PM મોદી તથા CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી
- ગુજરાતના લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું : PM
- ગુજરાતની સ્થાપનામાં યોગદાન આપનાર સૌને વંદન : CM
આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. આજની 1 મે, 2024 ની વિશેષ તારીખ ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે PM મોદીએ X પોસ્ટ કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે આ પાવન અવસર પર ગુજરાતના નાગરિકોને અભિનંદન. રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સિદ્ધિઓને યાદ કરું છું.
ગુજરાતના લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું : PM
ગુજરાતના લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના. ઉદ્યોગ-સાહસિકતા, વિકાસના મૂલ્યો સાથે ગુજરાત સમૃદ્ધ થતું રહે. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન.
CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી
ગુજરાત સ્થાપના દિવસની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા છે. ગુજરાતની સ્થાપનામાં યોગદાન આપનાર સૌને વંદન છે. ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને વંદન. ગુજરાતની પુણ્યધરા પર દેવીતત્વના આશિષ છે. અહી સાધુ-સંતોનું તપોબળ, પ્રકૃતિની મહેર છે. સહિયારા પુરુષાર્થથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના.
ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ
ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે. આવો, આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના.


