- ટીમનો મૂડ ઘણો સકારાત્મક છેઃ સ્નેહ રાણા
- વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે
- ગુજરાત જાયન્ટ્સ ટીમ રવિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રારંભિક મેચ રમવા તૈયાર
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકપ્રિય ટીમમાંથી એક એવી અદાણી સ્પોર્ટ્સ લાઇનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સ ટીમ રવિવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રારંભિક મેચ રમવા તૈયાર છે. મહિલા ક્રિકેટની રન મશીન એવી ઓસ્ટ્રેલિયાની બેથ મૂની આ વખતે ગુજરાતની કમાન સંભાળશે. આ વખતે ગુજરાત જાયન્ટ્સ પોતાની છાપ છોડવા તૈયાર છે. પ્રથમ મેચ અગાઉ હેડ કોચ માઈકલ ક્લિંગર, મેન્ટર અને સલાહકાર મિતાલી રાજ, કેપ્ટન મૂની તથા વાઈસ કેપ્ટન સ્નેહ રાણાએ સિઝનની તૈયારીઓ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. કેપ્ટન બેથ મૂનીએ કહ્યું કે,*છેલ્લાં અમુક સમયથી સાથે હોવાને કારણે ગ્રૂપમાં એક અલગ પ્રકારનો જ માહોલ જોવા મળી રહ્યો છે. ગત અમુક સપ્તાહ દરમિયાન અમે અમુક બાબતો પર કામ કર્યું છે અને તેનાં પરિણામ મળ્યા છે. પ્રથમ ગેમ માટે ઘણી અપેક્ષાઓ છે અને હું જાણું છું કે મેદાનમાં ઉતરનાર 11 ખેલાડીઓ તેનો લાભ ઉઠાવશે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. *કેપ્ટનની વાત સાથે સહમત થતા ભારતીય ઓલરાઉન્ડર અને ટીમની વાઈસ કેપ્ટન સ્નેહ રાણાએ જણાવ્યું કે- ટીમ હાલ સારી સ્થિતિમાં છે. સ્નેહ રાણાએ ગત વર્ષે મૂનીનાં ઈજાગ્રસ્ત થયા બાદ ટીમની કમાન સંભાળી હતી. સ્નેહ રાણાએ કહ્યું કે,*અમારો અત્યારસુધીનો અનુભવ ઘણો શાનદાર રહ્યો છે અને અદાણી સ્પોર્ટ્સ લાઇનની ટીમે ખેલાડીઓને જરૂરી તમામ સપોર્ટ આપ્યો છે. ટીમમાં સકારાત્મક મૂડ જોવા મળી રહ્યો છે. અમે સારી તૈયારીઓ કરી છે અને આશા છે કે ટૂર્નામેન્ટમાં જીત સાથે પ્રારંભ કરીશું.


