- ગુજરાત સરકારની તૈયારીઓ
- જમીનને લઈને સરવે કામગીરી શરૂ
- સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં સરવે
વિશ્વમાં રમતોનો રાજા એટલે ઓલિમ્પિક ગેમ્સ અને આ ઓલિમ્પિક રમતોની યજમાની કરવી દરેક દેશનું સ્વપ્ન હોય છે અને તેના માટે દરેક દેશ પોતાની એડીચોટીનું જોર લગાવી દેતુ હોય છે. હાલ તમામ દેશોની નજર ઓલિમ્પિક 2036 માટે યોજાનારી બીડ પર છે અને 2036ના ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે ભારત પણ પ્રબળ દાવેદાર છે. વિગતો મુજબ આ મામલે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી છે અને રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગે કવાયત શરૂ કરવામાં આવી છે. જેને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સરવે કામગીરી શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરાશે.
કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર ગુજરાતમાં ઓલમ્પિક તૈયાર કરવા તમામ પ્રયાસ કરી રહી છે.. જેના ભાગરૂપે જ કેટલાક વિસ્તારોમાં ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને ડેવલોપમેન્ટ કરી રહી છે.. સરકાર ઓલમ્પિક વિલેજ બનાવવા વિચારણા કરી રહી છે.. ઓલમ્પિક વિલેજ માટે પ્રાથમિક તબક્કે 3 શહેરની પસંદગી કરાઈ છે.. સરકાર દ્વારા ગાંધીનગર સુરત અને અમદાવાદની પસંદગી કરાઈ છે.. જેમવા હાલમાં ગોધવીમાં ઓલમ્પિક વિલેજ બનાવવા વિચારણા પણ ચાલી રહી છે.. ગોધાવી ગામની અને ગામમાં જે બિલ્ડરએ જમીન ખરીદેલી છે તેની 500 એકર એટલે કે 23 લાખ 58 હજાર વાર જમીન સરકાર એકવાયર કરશે. હાલ તેના માટે સર્વે કરવામાં આવી રહ્યો છે.
પહેલા ગામના ખેડૂતો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ 2 દિવસ પહેલા પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી હતી અને યોગ્ય ભાવ માટે બાંહેધરી આપવામાં આવી હતી. ત્યાર બાદ સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી હતી કુલ 300 જેટલા સર્વે નંબર પૈકી 36 નો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. 500 એકર જગ્યામાં અલગ અલગ ગેમ રમી શકાય તેવી તમામ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન સરકારનું છે જો અહીં વિલેજ બનાવવામાં આવે તો ખેડૂતો ને સારા ભાવ મળે સાથે જ ઉદ્યોગો પણ વિકસે રોજગારી વધે નહીં માત્ર ગોધાવી પરંતુ આસપાસ ના ગામો માં ના લોકો ને ફાયદો થવાનો છે
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સ રમાડી શકાય તે પ્રકારનું એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ભારે ઝડપથી નિર્માણ પામી રહ્યું છે. વર્ષ 2021માં કેંદ્ર સરકારના નાણા મંત્રાલયે વરદાન ટાવર નજીક નારણપુરા ખાતે મલ્ટી સ્પોર્ટ્સ સુવિધા માટે રૂ.584 કરોડની માતબર રકમનું બજેટ મંજૂર કર્યુ હતુ. 82507 ચોરસ મીટરના વિસ્તારમાં અત્યાધુનિક સુવિધા સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બાંધકામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું અને એ ક્ષણે તેમણે જણાવ્યું હતુ કે 30 મહિનાની અંદર આ સંકુલનું કામ પૂર્ણ કરવામાં આવશે. સંકુલની મુખ્ય વિશેષતા ઓલિમ્પિક કદનું એક્વેટિક સેન્ટર અને ટેનિસ કોર્ટ, એથ્લેટિક સ્ટેડિયમ, ઇન્ડોર રમતોનું ગ્રાઉન્ડ છે.
મહત્વનું છે કે ઓક્ટોબર મહિનામાં PM મોદીએ પુષ્ટિ કરી કે ભારત 2036 ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી કરશે. PM મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં 141મી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સત્રના ઉદ્ઘાટન દરમિયાન આ જાહેરાત કરી હતી. ભારત વર્ષ 2036ના ઓલિમ્પિકનું યજમાન બને તેના માટે ભારત સરકાર અને ખાસ કરીને ગુજરાત સરકાર કમર કસી રહીં છે. ગુજરાત સરકારે તો અત્યારથી જ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ડિસેમ્બર 2022થી જ બેઠકો પણ શરૂ થઇ ચૂકી હતી તો હવે ગુજરાત સરકાર દ્વારા ઓલિમ્પિક રમતો માટે કમિટીની રચના કરી સાઇટોનું આઇન્ડેટિફિકેશન શરૂ કરી કામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા ઓલિમ્પિક માટે 33 જેટલી સાઇટોની ઓળખ કરવામાં આવી છે કે જ્યા ઓલિમ્પિકની રમતો રમાડી શકાય. આ 33 સાઇટોમાંથી અમદાવાદ, રાજકોટ, સુરત, શિવરાજપુર બીચ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે અને સૌથી મહત્વનું માનવામાં આવી રહ્યું છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આકાર પામનારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેનાથી ભારતની ઓલિમ્પિકની દાવેદારી વધુ મજબૂત થઈ શકે છે.


