ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી. જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા સતત ચોથી વખત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે.
મહત્વનું છે કે, રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જોકે અગાઉ ત્રણ વખત ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આપ્યા બાદ હજી 6 મહિના સુધી મુદ્દત આપવામાં આવી છે. મહત્વનું છે કે, 17 જૂનના રોજ ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો સમય લંબાવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટ્યા બાદ સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા કવાયત કરી હતી.


