- આગામી 5 દિવસ માટે રાજ્યમાં હિટવેવની હવામાન વિભાગની આગાહી
- ગાંધીનગરમાં સૌથી વધુ 45 અને કચ્છમાં સૌથી ઓછું 41 ડિગ્રી તાપમાન
- રાજ્યના મોટાભાગના શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની આશા
હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે અમદાવાદ તેમજ મોટા શહેરો સહિત સમગ્ર રાજ્યમાં હિટવેવને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
તો આજે રાજ્યના જુદા જુદા શહેરોના તાપમાન પર નજર કરીએ રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તેમાં પણ પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લામાં 41.2 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગના મેપ અનુસાર તાપમાન પર નજર કરીએ તો આગમી કેટલાંક દિવસો દરમિયાન ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન રહેશે. તો સાથે સાથે અમદાવાદમાં અમદાવાદમાં 44.5 ડિગ્રી, આણંદમાં 44.1 ડિગ્રી, વડોદરામાં 44.2 ડિગ્રી, બનાસકાંઠામાં 43.2 ડિગ્રી, ભાવનગરમાં 42.4 ડિગ્રી, રાજકોટમાં 44.2 ડિગ્રી, અમરેલીમાં 44.0 ડિગ્રી, જામનગરમાં 43 ડિગ્રી, જૂનાગઢમાં 41.7 ડિગ્રી, કચ્છમાં 41.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.


