- અમરેલીમાં માસૂમ બાળકી બોરવેલમાં પડી
- બાળકીની બચાવ કામગીરી યથાવત
- અત્યાર સુધીમાં અનેક બાળકો બોરવેલમાં પડ્યા
અમરેલીના સુરગપરાના ગામમાં બાળકી બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. હાલમાં આ બાળકીને બચાવીને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ખેત શ્રમીકની દોઢ વર્ષની બાળકી આ બોરમાં પડી ગઈ હોવાની માહિતી મળી રહી છે. આ બોરવેલમાં પડી ગયેલ બાળકીનું નામ આરોહી છે. ત્યારે આ ઘટના બનતા બોરવેલમાં ઑક્સીજનનો સપ્લાય પણ શરૂ કરવામાં આવ્યો છે. પણ આવા તો અનેક કિસ્સાઓ ગુજરાતમાં બની ચૂક્યા છે.
ગુજરાતમાં 2018થી લઈને 2024 સુધીમાં અનેક બાળકોના બોરવેલમાં પડીને મોત થયા છે. હાલમાં અમરેલીમાં બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના બની છે. જ્યારે આ પહેલા વર્ષ 2024માં જ ફેબ્રુઆરીમાં જામનગરના એક ગામે બાળક બોરવેલમાં પડી ગયું હતું. જે બાદ 9 કલાક પછી આ બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પણ આ પછી પણ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. આ પહેલા દ્વારકાના રાણ ગામે બોરવેલના 30 ફૂટ ઉંડા ખાડામાં બાળકી પડી જતા ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બાળકીને બચાવી લેવામાં આવી હતી.
અત્યાર સુધીમાં બાળકોના બોરવેલમાં પડવાથી મોત
2018માં ગુજરાતમાં 15 બાળકોના મોત
2019માં ગુજરાતમાં 10 બાળકોના મોત
2020માં ગુજરાતમાં 5 બાળકોના મોત
2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નથી
2022માં ગુજરાતમાં એક બનાવ બન્યો હતો જેમાં બાળકને બચાવી લેવામાં આવ્યું હતું
2024માં ગુજરાતમાં બનાવ બન્યો હતો તેમાં 1નું મોત
સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન શું છે?
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. જેમાં બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે. સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે


