- બુલેટ ગતિએ ચાલી રહેલો અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ
- દાદરા નગર હવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્રમાં 99.83 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ કરાયું
- 28માંથી 16 એવા પુલ (ગુજરાતમાં 17 અને મહારાષ્ટ્રમાં 11) પુલ વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે
ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટર પર સાઈન થઈ ચૂકી છે, જેમાં 115.8 કિમી વાયડક્ટ અને 267 કિમી પિયર કાસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. ગુજરાત અને ડીએનએચમાં 100 ટકા ભૂમિ અધિગ્રહણ પણ થઈ ચુક્યું છે. જેમાં ગુજરાતમાં, દાદરા નગર હવેલી (100 ટકા)અને મહારાષ્ટ્રમાં 99.83 ટકા કામ થઈ ચુક્યું છે. તમામ 8 એચએસઆર સ્ટેશનો (વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી) પર કામ વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે. ગુજરાતના વલસાડમાં જારોલી ગામ નજીક 350 મીટર લાંબો અને 12.6 મીટર વ્યાસવાળી પહાડી સુરંગને ફ્ક્ત 10 મહિનામાં પુરી કરીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
પહેલો સ્ટિલ પુલ 70 મીટર લાંબો અને 673 મીટર ટન વજન, સુરત, ગુજરાતમાં એનએલ 53 પર બનાવ્યો છે. 28માંથી 16 એવા પુલ (ગુજરાતમાં 17 અને મહારાષ્ટ્રમાં 11) પુલ વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે. એમએએચએસઆર કોરિડોર પર કુલ 24 નદી પુલમાંથી છ નદી પુલ પર કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં વલસાડનો પાર અને ઔરંગા, નવસારીનો પૂર્ણા, મિંઢોળા, અંબિકા અને વૈંગનિયાનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
કુલ અંતર- 508 કિમી : ગુજરાતમાં 352, મહારાષ્ટ્રમાં 156 કિમી , 12 એચએસઆર સ્ટેશન (ગુજરાતમાં 8 અને મહારાષ્ટ્રમાં 4) ,3 રોલિંગ સ્ટોક ડેપો (2 ગુજરાતમાં અને 1 મહારાષ્ટ્રમાં) , 24 નદી પુલ (20 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં) ?28 સ્ટીલ પુલ (17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં) ,7 પહાડી સુરંગ


