- નરોડા, કુબેરનગર વિસ્તારમાં વરસાદ આવ્યો
- વડોદરા જિલ્લામાં વહેલી સવારે વરસાદ પડ્યો
- ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ
અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત થઇ છે. તેમાં નરોડા, કુબેરનગર વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ વડોદરા જિલ્લામાં વહેલી સવારે વરસાદ આવ્યો છે. જેમાં ડભોઇ પંથકમાં પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.
ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ છે
દંગીવાડા, પ્રયાગપુરા તથા કાયાવરોહણ, પારીખા, મોટા બહીપુરામાં વરસાદ આવ્યો છે. તેમજ વાવણીલાયક વરસાદથી ખેડૂતોને હવે સારા પાકની આશા બંધાઇ છે. ડભોઇ પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. તેમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરચ્યો છે. જેમાં તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ ગામોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે. સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. ત્યારે રાજ્યમાં ચોમાસુ આગળ વધ્યુ છે. ચોમાસુ સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પહોચ્યુ છે.
પવનની ગતિ 30-40 કિમી પ્રતિ કલાકની રહેશે
આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેમાં છોટા ઉદેપુર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પંચમહાલ, મહીસાગર, અમરેલીમાં ભારે વરસાદ પડશે. તથા ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં મધ્યમ વરસાદ રહેશે. તથા સાબરકાંઠા, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ અમદાવાદ, અરવલ્લી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા આણંદ, વડોદરા તથા સુરત, નર્મદા, ભરૂચ અને ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગરમાં હળવા વરસાદની આગાહી છે. પવનની ગતિ 30-40 કિમી પ્રતિ કલાકની રહેશે.


