- 15થી 16 જુલાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
- વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં 17 થી 24 જુલાઈ ભારે વરસાદ રહેશે
વરસાદને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં જુલાઈ અંત, ઓગસ્ટ શરૂઆતમાં મેઘમહેર જામશે. તેમજ 15થી 16 જુલાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં 17 થી 24 જુલાઈ ભારે વરસાદ રહેશે.
દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. તેમજ ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા છે. જેમાં રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆત મેઘમહેર જામશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વરસાદને લઈ અનુમાન છે કે 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17 થી 24 જુલાઈ ભારે વરસાદ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.
અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે
મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. તેમજ 17થી 24 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં નવસારીના વાંસદામાં સાડા છ ઇંચ વરસાદ, ગણદેવીમાં 6 ઇંચ, વલસાડમાં 6 ઇંચ વરસાદ તેમજ ખેરગામમાં 5.5 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ, ઉમરગામમાં 4.5 ઇંચ, ચીખલીમાં 4.25 ઇંચ, પારડીમાં 4 ઇંચ, વાપીમાં 3.5 ઇંચ વરસાદ તથા વાપીમાં 3.5 ઇંચ, ધરમપુરમાં 3.5 ઇંચ વરસાદ સાથે ઉમરપાડામાં 3 ઇંચ, વાલીયામાં 2.5 ઇંચ અને ઉચ્છલમાં 2.5 ઇંચ, સાગબારામાં 2.5 ઇંચ તેમજ વઘઇમાં 2.5 ઇંચ, નવસારીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.


