- મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે રહેશે વરસાદ
- માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી
- દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં રાજયના હવામાન વિભાગની આગાહી છે. મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. તેમાં 26 જૂન આજે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તથા જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ તથા કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમાં દરિયાઈ વિસ્તારમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ 27 જૂન ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા જામનગર, પોરબંદર, જુનાગઢ તથા અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
28 જુન સુરત તથા નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 29 જૂને ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ અને તાપી તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરૂવારે (27-06-24)પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરૂવારે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.


