- રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી
- આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે
- રાજ્યમાં 2થી 4 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની ગતી ધીમી પડી છે. જેમાં વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ છે. તેમજ રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે. આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ બનશે. તેમજ રાજ્યમાં 2થી 4 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી છે.
તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 થી 4 ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે તેમ જણાવ્યું છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમજ મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે.
આગામી 24 કલાકમાં દક્ષિણ કર્ણાટકમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ
આગામી 3-4 દિવસમાં મધ્ય અને પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યકા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં છત્તીસગઢ, ઉત્તરાખંડ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યકતા છે. આગામી 24 કલાકમાં દક્ષિણ કર્ણાટકમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળ, ગુજરાત પ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.


