- ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ
- ગીર સોમનાથ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ
આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ તથા ગીર સોમનાથ, કચ્છમાં અતિભારે વરસાદ સાથે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સીઝનનો 13 ટકા વધુ વરસાદ નોંધાયો
છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ તથા તાપી, સુરેન્દ્રનગર, જામનગર તથા અમરેલી, ભાવનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ બોટાદ અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. 1 જૂનથી અમદાવાદમાં સરેરાશ કરતા વધુ વરસાદ છે. રાજ્યમાં સીઝનનો 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી છે કે આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ છે. જેમાં આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને, કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ છે.
જામનગર, ગીર સોમનાથ, કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ
છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ, વડોદરામાં ભારે વરસાદ સાથે યલો અલર્ટની આગાહી છે. તેમજ આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. તેમજ વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ રહેશે.


