- ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ
- દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ
- NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત
ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઇ છે.
NDRFની વધુ 4 ટીમોને ડિપ્લોઇડ કરવામાં આવી
ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. NDRFની ટીમ દ્વારા વલસાડના લોલેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી હતી.
રેસ્ક્યુ કરવા માટે NDRFની ટીમ તૈનાત
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે NDRF દ્વારા કઈ રીતે ત્યાંના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી અને સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી.


