- મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો જીતના દાવા
- ઊંચા મતદાનને લઈને બંને પક્ષના રાજકીય ગણિત હોય તે અવઢવમાં
- બનાસકાંઠા લોકસભા બેઠકમાં ઊંચા મતદાને સૌને ચોંકાવી દીધા છે
બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઊંચુ મતદાન થયું છે. જેમાં 70% જેટલું મતદાન થતા હવે રાજકીય સમીકરણો કઈ દિશામાં જાય છે એ તો પરિણામના દિવસે નિશ્ચિત થશે. પરંતુ મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે.
બનાસકાંઠા લોકસભા બેઠકમાં ઊંચા મતદાને સૌને ચોંકાવી દીધા છે
બનાસકાંઠા લોકસભા બેઠકમાં ઊંચા મતદાને સૌને ચોંકાવી દીધા છે કારણ કે ઊંચા મતદાનને લઈને બંને પક્ષના રાજકીય ગણિત અવઢવમાં પડ્યા છે. ત્યારે મતદાન પૂર્ણ થયું અને બંને ઉમેદવારો છે એ રિલેક્સ મૂડમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો મતદાન પૂર્ણ થયા બાદ આજે બીજા દિવસે તેઓ રિલેક્સ મૂડમાં જોવા મળ્યા હતા અને જે પ્રકારે કોંગ્રેસ માટે આખી આગળની રણનીતિ છે તે તૈયાર કરવામાં લાગી ગયા છે.
ગેનીબેન હજુ પણ પોતાનો પ્રવાસ કાર્યક્રમમાં જ વ્યસ્ત
કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારબાદ બે માસ સુધી એકલે હાથે પ્રચાર કર્યો હતો. બનાસની બેનના બિરુદ સાથે નીકળેલા ગેનીબેન ઠાકોરને લોકોએ નોટ પણ આપ્યા અને વોટ પણ આપ્યા ત્યારે ગેનીબેનનું માનવું છે કે લોકોએ તેમનો ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો અને આ જ દર્શાવે છે કે લોકોનો પ્રેમ અને અદભુત સહકાર મળે છે. અને જેના કારણે જીતનો પાકો વિશ્વાસ છે. જોકે છેલ્લા બે માસથી લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રહેલા ગેનીબેન હજુ પણ પોતાનો પ્રવાસ કાર્યક્રમમાં જ વ્યસ્ત રહેવાના છે.
ઊંચુ મતદાન થયું છે તેને ભાજપ વિજયના આશીર્વાદ રૂપે માની રહી છે
બનાસકાંઠામાં જે ઊંચુ મતદાન થયું છે તેને ભાજપ વિજયના આશીર્વાદ રૂપે માની રહી છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી મતદાનના બીજા દિવસે પણ રિલેક્સ મૂડમાં જોવા મળ્યા હતા. જોકે બે માસ સુધી તેમને વિકાસની વાતો અને મોદીના વિકાસના કામને લઈને પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે તેમનું પણ માનવું છે કે લોકોએ વિકાસની વાતોને સમર્થન આપ્યું છે. પશુપાલકોનો વિકાસ થાય તે વાતોને સમર્થન આપ્યું છે અને મોદીના વિકાસની વાતોને પણ તેમના પ્રચાર દરમિયાન સમર્થન આપ્યું છે. અને આ ઊંચુ મતદાન છે એ વિકાસની વાતોનું પરિણામ છે અને વિકાસની વાતોના પરિણામ સ્વરૂપે લોકોએ તેમને મત આપ્યા છે તેમ માનવું છે.


