- ચામુંડા માતાજીની રમેણમાં પહોંચ્યા હતા હરિ પટેલ
- ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી આર્શીવાદ લીધા
- મહેસાણા ભાજપના ઉમેદવાર ભુવાજીના શરણે
મહેસાણા ભાજપના ઉમેદવાર ભુવાજીના શરણે પહોંચ્યા છે. જેમાં કોંગ્રેસ બાદ ભાજપના હરિ પટેલ પણ ભુવાજીના શરણે ગયા છે. તેમાં ચામુંડા માતાજીની રમેલમાં હરિ પટેલ પહોંચ્યા હતા. નેતાજીએ ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી આર્શીવાદ લીધા હતા.
ઉમેદવાર શું હજુ પણ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે તેવી લોક ચર્ચાઓ
કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર બાદ હવે ભાજપના હરિભાઈ પટેલ પણ ભુવાજીના શરણે થયા છે. ઉમેદવાર શું હજુ પણ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે તેવી લોક ચર્ચાઓ થઇ રહી છે. મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર પણ ભુવાજી પાસે પહોંચતા લોક ચર્ચા શરૂ થઇ છે. મહેસાણા શ્રીપાલ સોસાયટીમાં યોજાયેલી ચામુંડા માતાજીની રમેલમાં હરિભાઈ પટેલ પહોંચ્યા હતા. રમેલમાં ભુવાજી ઉપર ફૂલનો વરસાદ કરી હરિભાઈ પટેલે આર્શીવાદ લીધા હતા. શું આ 2024 ની ચૂંટણી ભુવાજી પાર લગાવશે? આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર પણ ભુવાજીઓના શરણે પહોંચ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે
અગાઉ ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે ગયા હતા. જેમાં ભુવાજીને નાળિયેર ઘર તરફ ફેંકવા આહ્વાન કર્યું હતુ. તેમના વતી નાળિયેર ઘર તરફ ફેંકવા ગેનીબેનની ટકોર હતી. તેમજ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો. ધૂણતા-ધૂણતા નાળિયેરને ઘર તરફ ફેંકજો. દિયોદરના શાલપુરા ખાતે માતાજીની રમેલમાં નિવેદન આપ્યુ હતુ. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતવા ભુવાજીના શરણે આવ્યા હતા.


