- પત્રિકાકાંડમાં ધાનાણીના ભાઈની સંડોવણી સામે આવી
- પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે ધરપકડ
- CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ
રાજકોટમાં કોંગ્રેસ પત્રિકાકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પત્રિકાકાંડમાં પરેશ ધાનાણીના ભાઈની સંડોવણી સામે આવી છે. પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઈ શકે છે. તેમાં CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ કરાઇ છે. તેમજ શરદ ધાનાણીને પકડવા પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ છે.
શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમ દ્વારા દરોડા
અગાઉ 4 કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવાનોની ધરપકડ થઈ છે. લેઉવા પટેલ સંદર્ભે પત્રિકાકાંડ મામલે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઇ શકે છે. જાગો લેઉવા જાગો પત્રિકા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પત્રિકા વેચાણ અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી આગળ વધી છે.
આ પહેલા 4 કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે
આ પહેલા 4 કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે. પત્રિકાકાંડમાં પરેશ ધાનાણીના ભાઈની ભૂમિકા ખુલતા કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત લોકસભાની 2024ની ચૂંટણીમાં રાજકોટ બેઠક વિવાદોનું એપી સેન્ટર બની છે. ત્યારે શહેરમાં લેઉવા પટેલની વાયરલ પત્રિકાને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકાનો મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. ત્યારે ગમે ત્યારે શરદ ધાનાણીની ધરપકડ થવાના એંધાણ છે.


