- ગરમીથી ત્રસ્ત પ્રજા ઓઆરએસ લેવા મેડિકલ પહોંચી
- હીટ સ્ટ્રોકમાં રાહત મળે માટે ઓઆરએસ હિતાવહ
- શરીરને એનર્જી આપતા ઇલેક્ટ્રોલાઈટ ડ્રિંકની પણ ડિમાન્ડ વધી
ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં કાળઝાળ ગરમીમાં ઓઆરએસની ડિમાન્ડ વધી છે. તેમાં ગરમીથી ત્રસ્ત પ્રજા ઓઆરએસ લેવા મેડિકલ પહોંચી છે. તેમજ ઋતુગત બીમારી સાથે હીટ સ્ટ્રોકમાં રાહત મળે તે માટે ઓઆરએસ હિતાવહ છે. તેથી ગરમીમાં ત્રસ્ત પ્રજાએ ORS અને ગ્લુકોઝનો સહારો લીધો છે.
શરીરને એનર્જી આપતા ઇલેક્ટ્રોલાઈટ ડ્રિંકની પણ ડિમાન્ડ વધી
શરીરને એનર્જી આપતા ઇલેક્ટ્રોલાઈટ ડ્રિંકની પણ ડિમાન્ડ વધી છે. જેમાં ઇલેક્ટ્રોલાઈટ ડ્રિંકની એક નાની બોટલના પહેલા રૂપિયા 20 હતા જે વધીને રૂપિયા 30 થયા છે. તેમજ ઇલેક્ટ્રોલાઈટ પાઉડરના એક પાઉચના રૂપિયા 19 હતા. તેમાં 25 રૂપિયા થયા છે. ORS સહિતના ભાવમાં 2થી 3 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પરાયણ જોવા મળી છે. જેમાં પીવાના પાણીની પરબો શોભાના ગાંઠિયા સમાન બની છે. ત્યારે યુનિવર્સિટી વિસ્તારમાં પાણીની પરબ બંધ થતા લોકો બેહાલ થયા છે. જેમાં પાણીની પરબ શરૂ કરવા રાહદારીઓની તંત્રને અપીલ છે.
હીટસ્ટ્રોક અને ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે પાણીની પરબ બંધ
ગરમીમાં પીવાના પાણીની હાલાકી ના વેઠી શકાય તેમ રાહદારીઓ જણાવી રહ્યાં છે. શહેરમાં હીટસ્ટ્રોક અને ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે પાણીની પરબ બંધ થઇ છે. તેમાં પીવાના પાણીની પરબો શોભાના ગાંઠિયા સમાન થતા રાહદારીઓ અને મજૂરવર્ગ બેહાલ બન્યા છે. જેમાં તાત્કાલિક આ સમસ્યાઓ ઉકેલ આવે તે જરૂરી બન્યુ છે તેમ લોક ચર્ચા શરૂ થઇ છે. ત્યારે ઘણી જગ્યાઓ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડાપાણીના જગ મુકવામા આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા પણ કેટલીક જગ્યાઓ પર છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


