- રાજસ્થાનથી ગુજરાત આવતું પાણી બંધ કરવાની ચીમકી
- ગુજરાત સરકાર દ્વારા અંદાજીત 31 કરોડનું ચુકવણું બાકી
- 31 કરોડનું ચુકવણું બાકી : રાજસ્થાનના ચીફ ઈજનેરનો દાવો
પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ થયો છે. જેમાં રાજસ્થાનથી ગુજરાત આવતું પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અંદાજીત 31 કરોડનું ચુકવણું બાકી છે. જેમાં 31 કરોડનું ચુકવણું બાકી રહેવાનો રાજસ્થાનના ચીફ ઈજનેરનો દાવો છે. તથા ગુજરાત દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકારે નિર્ણય કર્યો છે.
કરાર આધારિત પાણી ન મળ્યાનો કડાણા સિંચાઇ વિભાગનો દાવો
કરાર આધારિત પાણી ન મળ્યાનો કડાણા સિંચાઇ વિભાગનો દાવો છે. તેમાં કડાણા ડેમમાં બાસવાડા ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. મહીસાગરમાં જળને લઈ જંગની શરૂઆત થઇ છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે જળને વિખવાદ થયો છે. જળ માટે વિશ્વ યુદ્ધની વાત સત્ય હશે..??? જોકે શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે. કડાણા ડેમની ઉપર આવેલ બાસવાડા ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રાખવા રાજસ્થાન સરકારની તૈયારી છે.
રાજસ્થાનના ચીફ ઈજનેર કડાણા ડેમ આવતા જ વિખવાદ ઉભો થયો
રાજસ્થાનના ચીફ ઈજનેર કડાણા ડેમ આવતા જ વિખવાદ ઉભો થયો છે. ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમમાં 40 TMC પાણી મળવા છતાં અંદાજીત 31 કરોડનું ચુકવણું બાકી છે તેમ ચીફ ઈજનેર રાજસ્થાને જણાવ્યું છે. 12 વર્ષમાં કોઈ કરાર આધારિત પાણી ન મળ્યું હોવાનું કડાણા સિંચાઇ વિભાગનો દાવો છે. જેમાં રાજ્યમાં પૈસા માટે પાણી રોકાય તેવી શકયતા…??


