ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક બાદ રાજ્ય સરકારમાં નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી છે.વડાપ્રધાન નિવાસ સ્થાન ખાતે તાજેતરમાં ગુજરાત ભાજપના સંગઠન અંગે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંગઠન અંગે ચર્ચાઓ કરાઈ હતી.જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં. હવે ભાજપના સંગઠનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જિલ્લા અને શહેરમાં સંગઠનની બાકી રહેલી નિયુક્તિઓની ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
જિલ્લા, શહેર સંગઠનની બાકી નિયુક્તિઓને લઇ કવાયત
ગુજરાત ભાજપમાં જિલ્લા અને શહેરના સંગઠનની બાકી રહેલી નિયુક્તિઓને લઈને કવાયત તેજ કરાઈ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બાકી રહેલી નિયુક્તિઓને લઈને કવાયત તેજ કરી છે. તબક્કાવાર જિલ્લા અને શહેરનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં શહેર અને જિલ્લાની બાકી રહેલી નિયુક્તિઓ જાહેર કરાશે. છેલ્લા એક અઠવાડિયાથી આ નિયુક્તિઓ અંગે બેઠકો યોજાઈ રહી છે. પ્રદેશ પ્રમુખે મહામંત્રી અને જિલ્લા તથા શહેરના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.
પ્રદેશ પ્રમુખની મહામંત્રી, જિલ્લા-શહેર હોદ્દેદારો સાથે બેઠક
ગુજરાતમા જિલ્લા અને શહેર સંકલનમાંથી આવેલા નામો પર પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી નિર્ણય લઈ રહ્યાં છે. જિલ્લા અને શહેરમા બાકી રહેલા માળખા અંગે પણ કવાયત તેજ કરાઈ છે. પ્રદેશ માળખામાં જ્ઞાતિ અને વિસ્તારને લગતા સમીકરણને ધ્યાન રાખીને કવાયત શરૂ કરવામાં આવી છે. આ નિયુક્તિઓ માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી દ્વારા જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠકો કરી રહ્યાં છે.


