- સિવિલ જજ, સિનિયર સિવિલ જજની બદલી કરાઈ
- 177 જજની કોર્ટની અંદર જ આંતરિક બદલી કરવામાં આવી
- 63 જ્યુડીશિયલ અધિકારીની સેશન્સ જજ તરીકે નિમણૂક
ગુજરાતમાં જ્યુડિશિયલ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે 222 જજની બદલી કરી છે. 177 જજની કોર્ટની અંદર જ આંતરિક બદલી કરવામાં આવી છે. 63 જ્યુડીશિયલ અધિકારીની સેશન્સ જજ તરીકે નિમણૂક કરાઇ છે.
સિવિલ જજ, સિનિયર સિવિલ જજની બદલી કરાઈ
સિવિલ જજ, સિનિયર સિવિલ જજની બદલી કરાઈ છે. તેમજ નવસારીના અમિતકુમાર દવેની અમદાવાદમાં બદલી કરાઇ છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે અમિતકુમારની બદલી કરાઇ છે. તેમજ સાબરકાંઠાના અર્ચિતકુમાર વોરાની અમદાવાદમાં બદલી કરાઇ છે. એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે અર્ચિતકુમારની બદલી થઇ છે. તમામ જ્યુડિશિયલ અધિકારી 20 મેના ચાર્જ સંભાળશે.
ગુજરાતમાં જ્યુડિશિયલ ઓફિસરોની બદલીઓ હાઈકોર્ટે કરી
ગુજરાતમાં જ્યુડિશિયલ ઓફિસરોની બદલીઓ હાઈકોર્ટે કરી છે. જેમાં 222 જજની બદલી હાઈકોર્ટે કરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હાઈકોર્ટ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. હાઇકોર્ટ દ્વારા રાજ્યની અદાલતોમાં 56 સિવિલ જજની આંતર જિલ્લા અને કોર્ટમાં બદલી કરાઈ છે. જ્યારે એક જ કોર્ટની અંદર હોય તેવી 47 જેટલી આંતરિક બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદમાં 04, અમરેલીમાં 02, અરવલ્લીમાં 01, દાહોદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, ગીર સોમનાથમાં 02, જૂનાગઢમાં 09, ખેડામાં 02, મહેસાણામાં 08, પંચમહાલમાં 01, રાજકોટમાં 05, સુરતમાં 09 અને વલસાડમાં 01નો સમાવેશ થાય છે.
એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અથવા જિલ્લામાં બદલીઓ કરાઈ
સિવિલ જજમાં 88 જજની બદલી એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અથવા જિલ્લામાં બદલીઓ કરાઈ છે. જ્યારે એક જ કોર્ટમાં હોય તેવી 96 આંતરિક બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદમાં 03, આણંદમાં 06, ભાવનગરમાં 10, ગાંધીનગરમાં 03, ગીર સોમનાથમાં 03, જૂનાગઢમાં 03, કચ્છમાં 07, ખેડામાં 06, મોરબીમાં 04, નવસારીમાં 03, પંચમહાલમાં 03, પોરબંદરમાં 02, રાજકોટમાં 11, સુરતમાં 07, તાપીમાં 01, વડોદરામાં 18 અને વલસાડમાં 05નો સમાવેશ થાય છે.


