- પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વ્હોટ્સએપ ચેટથી રાઝ ખૂલ્યો
- જિલ્લા કલેક્ટરને ગેરરીતિ અંગે માહિતી મળી હતી
- એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયુ
ગોધરામાં NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો થયો છે. જેમાં વોટ્સએપ ચેટ દ્વારા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. વિદ્યાર્થીઓને પેપર કોરું છોડવા સૂચના અપાઈ હતી.
જિલ્લા કલેક્ટરને ગેરરીતિ અંગે માહિતી મળી હતી
જિલ્લા કલેક્ટરને ગેરરીતિ અંગે માહિતી મળી હતી. જેમાં પરીક્ષા કેન્દ્ર પર અધિક કલેક્ટરની ટીમે તપાસ કરી હતી. સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂપિયા 7 લાખ મળ્યા હતા. સુપ્રિટેન્ડેન્ટના મોબાઇલમાંથી વોટસએપ ચેટ મળી હતી. તેમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હતી. તથા એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું. તેમાં વડોદરાના રોય ઓવરસીઝ કંપનીના માલિક સામે ફરિયાદ થઇ છે. તેમજ ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે ફરિયાદ થઇ હતી. આરીફ વોરા ભાજપનો નેતા હોવાનું સામે આવ્યું છે.
એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયુ
જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું.


