ગુજરાતની પ્રજાના બહોળા જન પ્રતિસાદથી કોંગ્રેસના સભ્ય ગેનીબેન ઠાકોર વિજય બન્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન કરાયું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર વિજય બનતા કોંગ્રેસમાં જસ્સો વધ્યો છે. દિલ્હીની સંસદમાં હવે કોંગ્રેસના આ પ્રતિનિધ પણ પોતાની વાત રાખી શકશે. 25 બેઠક હારવા પાછળના કારણો વિશે પણ ચિંતન કરાશે. તેમ તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ગેનીબેનના વિજયથી ગુજરાતના તમામ વર્ગ-જ્ઞાતિ-જાતિના લોકોએ કોંગ્રેસ પક્ષને જે આશિષ પાઠવ્યા છે. તે બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું.
સન્માન સમારોહમાં કોંગ્રેસ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડા સહિતના કોંગ્રેસના અનેક નેતાઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગેનીબેન ઠાકોરની જીતને વધાવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોરનું બહુમાન કરાયું


