- વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
- રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી
- સાયક્લોનિક સર્જ્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્જ્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુમાં હવામાન વિભાગે આગાહી કરવામાં આવ્યું છે પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


