- કચ્છના નખત્રાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો
- મુખ્યપ્રધાન દ્વારકા અને જામનગર જિલ્લાનું હેલિકોપ્ટર દ્વારા કરશે હવાઈ નિરીક્ષણ
- રાજ્યના 40 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો
રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે આજે સવારથી રાજ્યમાં 4 કલાકમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના નખત્રાણાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વઘઈમાં 2 ઈંચ, વાંસદામાં 2 ઈંચ વરસાદ,ખેરગામમાં 2 ઈંચ, આહવામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
મુંદ્રામાં દોઢ ઈંચ વરસાદ
ત્યારે ધરમપુરમાં દોઢ ઈંચ, પારડીમાં દોઢ ઈંચ વરસાદ, પારડીમાં દોઢ ઈંચ, મુંદ્રામાં દોઢ ઈંચ વરસાદ, સુબિરમાં દોઢ ઈંચ, વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. તમને જણાવી દઈએ કે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં હાલ બેહાલ છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
મુખ્યપ્રધાન હેલિકોપ્ટર દ્વારા કરશે હવાઈ નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા જામનગર અને દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરશે. બપોરે 3:45 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચશે અને હેલિકોપ્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યપ્રધાન દ્વારકાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે અને તમામ માહિતી મેળવશે.
સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો
રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 5.8 ઇંચ, નીઝરમાં 5.6 ઇંચ વરસાદ મહુવામાં 5.5 ઇંચ, નવસારીમાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં સતત પાંચમાં દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગીર ગઢડામાં બે કલાક 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને ઉનામાં હળવા ઝાપટાં પડી રહ્યા છે.


