- લીમડી APMCમાં વેપારીઓનું અનાજ પલડ્યુ
- કમોસમી વરસાદથી ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો
- માર્કેટયાર્ડમાં માલને તાડપત્રીથી ઢાંકવા અપીલ કરી હતી
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ફરી રડવાનો વારો આવ્યો છે. આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની એપીએમસીઓ ખાતે દોડધામ મચી જવા પામી હતી. જેમાં ખેડૂતોને ભારે નુકસાનની ઘટના સામે આવી છે.
આ દરમિયાન લીમડી APMCમાં વેપારીઓનું અનાજ પલડ્યુ છે. મીરાખેડીમા બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાજોવા મળી રહી છે.
તેમજ છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડયા છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે ત્યારે ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન થયો છે. તેમજ APMC માં તૈયાર પાકને નુકસાન થયું છે.


નોંધનીય છેકે, 11 અને 12 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી હતી. તેમ છતાં ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી હતી. જેના કારણે માર્કેટયાર્ડમાં માલને તાડપત્રીથી ઢાંકવા અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં અનાજની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે.


