- સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
- 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
- ઉમરગામમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી છે. સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.
ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભરૂચ, સુરત, ડાંગ, તાપી તથા રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર અને દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છ તથા અમદાવાદ, આણંદ, પંચમહાલ તેમજ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તથા સુરેન્દ્રનગર, મોરબી,બોટદામાં વરસાદનું યલો એલર્ટ છે. અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ બે વરસાદી સિસ્ટમને સક્રિય રહેતા વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદ ભારે વરસાદ પડ્યો છે. ઉમરગામમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પરથી જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી
જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ઉમરગામમાં શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
25 જુલાઈની આગાહીની વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નથી.


