- ભરૂચથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા આગળ
- ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનના 3 ઉમેદવારો આગળ
- કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સતત આગળ
બનાસકાંઠા બેઠક પર બેલેટ પેપરની મતગણતરીમાં ગેનીબેન ઠાકોર આગળ છે. જ્યારે ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ છે.ત્યારે રાજકોટ બેઠક પર કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ છે.રાજ્યની 25 સીટની મતગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારીઓએ બેલેટ પેપરના વોટ કાઉન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મહાદેવના દર્શન કરી કાઉન્ટિગ સેન્ટર પહોંચ્યા હતા.
કઇ-કઇ બેઠકો પર કાંટાની ટક્કર છે?
આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે.
સી.આર.પાટીલ આગળ
બેલેટ પેપરની મતગણતરીમાં નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહ આગળ
બેલેટ પેપરની મતગણતરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે.


