- ગુજરાત કોલેજે તો મહિના પહેલા કોર્સ બંધ કરી દીધો છે
- આંદોલનના માત્ર ત્રણ કલાકમાં જ વ્યવસ્થા કરી દેવાઈ
- કોર્સ બંધ કરવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા એમએ અને એમએસસીનો કોર્સ બંધ કરવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. વિદ્યાર્થીઓનો રોષ જોઈ યુનિવર્સિટી દ્વારા 10 જેટલી કોલેજમાં બેઠક વધારવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત કોલેજે એક મહિના પહેલાં કોર્સ બંધ કરવાની જાણ કરી હોવા છતાં ગુજરાત યુનિવર્સિટી ઊંઘતી ઝડપાઈ છે. કારણ કે, એક મહિના સુધી કોઈ જ વ્યવસ્થા કરાઈ નહોતી, પરંતુ વિદ્યાર્થીઓએ જ્યારે આંદોલન કર્યું તેના માત્ર ત્રણ જ કલાકમાં વ્યવસ્થા કરી દેવાઈ છે.
યુનિવર્સિટીએ જે બેઠક વધારી છે એમાં એફ્.ડી.કોલેજ, જમાલપુરમાં 25, શ્રીમતી એ.પી. પટેલ આર્ટસ કોલેજમાં 25, સી.યુ.શાહ આર્ટસ કોલેજમાં સાઇકોલોજીમાં 10, એલ.ડી આર્ટ્સ કોલેજમાં સાઇકોલોજીમાં 10, એમ.પી.પટેલ રાષ્ટ્રભાષા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં હિન્દીમાં 25, એસ.વી. આર્ટસ કોલેજમાં હિન્દી-સાઇકોલોજી 10, સરસપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 25 બેઠકો, ગુજરાત યુનિવર્સિટી સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં 75, ભવન્સ કોલેજમાં કેમેસ્ટ્રીમાં 37, કે.કે.શાહ જરોદવાલા કોલેજમાં કેમેસ્ટ્રીમાં 37 બેઠકોનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.


