- સવારે 9.45 કલાકે PM મોદી સમિટનો પ્રારંભ કરાવશે
- ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં કરાયું આયોજન
- PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે
ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. PM નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો છે. સવારે 9.45 કલાકે PM મોદી સમિટનો પ્રારંભ કરાવશે. જેમાં 28 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે.
14 સંસ્થાઓએ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઇ
14 સંસ્થાઓએ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઇ છે. અમૃત કાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર કાર્યક્રમ રહેશે. 2003માં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું. આજે પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાશે. એરક્રાફ્ટ-આનુષંગિક મેન્યુફેક્ચરિંગ સંભાવનાઓ મુદ્દે સેમિનાર, ગતિ શક્તિ પ્રોજેક્ટ મુદ્દે સેમિનારનું આયોજન થશે. ધોલેરાને ગ્રીનફિલ્ડ સ્માર્ટસિટી ફોર સ્માર્ટ બિઝનેશ મુદ્દે સેમિનાર થશે.
B2B, B2G અને G2G બેઠકનું પ્રથમ દિવસે આયોજન કરાયું
ગુજરાત રોડ મેપ ફોર વિકસીત ભારત @2047 મુદ્દે સેમિનાર તથા B2B, B2G અને G2G બેઠકનું પ્રથમ દિવસે આયોજન કરાયું છે. ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિને ટેક લીડરશીપ ફોરમનું આયોજન છે. તથા એમ્પીથિયેટર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં PM મોદીના હસ્તે વાયબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન થશે. જેમાં 9.15 એ PM મોદી મહાત્મા મંદિર પહોંચશે. 9.15 થી 9.35 વૈશ્વિક મહેમાનો સાથે ફોટો સેશન કરશે. 9.40 થી 12.15 વાઇબ્રન્ટ ગ્લોબલ સમીટનું ઉદ્ઘાટન કરશે. તથા 2.15 થી 1.40 સુધી બપોરનું ભોજન લેશે. તથા 1.50 થી 2.20 ચેક રિપબ્લિકના PM સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવામાં આવશે. 2.30 થી 2.45 ગ્લોબલ કંપનીઓના CEO સાથે મિટિંગ તથા 2.45 થી 4.45 સુધીનો મહાત્મા મંદિર ખાતે રિઝર્વ સમય છે. 4.50 કલાકે મહાત્મા મંદિરથી ગિફ્ટ સીટી જવા રવાના થશે. 6.45 ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં હાજર રહેશે. તથા 6.50 કલાકે ગિફ્ટ સીટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. અને સાંજે 7.15 દિલ્હી જવા રવાના થશે.


