- અમદાવાદ અને ગાંધીનગરના ગરમીનું ઓરેન્જ એલર્ટ
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ અલર્ટ
- ગઇકાલે મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો
ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે,તો બીજી તરફ મોટા ભાગના શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે,રાજમાં આજે પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે,અમદાવાદ અને ગાંધીનગરના આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે,તો ગઈકાલે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 45.5 ડિગ્રી નોંધાયુ હતું.
છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાન
ગુજરાતમાં છેલ્લા 24 કલાક મુજબ નોંધાયેલ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં તાપમાન 45.5 ડિગ્રી,ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી,ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી,વડોદરા અને સુરેન્દ્રનગર 44 ડિગ્રી,અમરેલી 43.8 ડિગ્રી, રાજકોટ 42.7 ડિગ્રી,ગાંધીનગર 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં હીટસ્ટ્રોકથી બેના મોત
રાજયમાં હીટવેવને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત થયાં છે.108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ હીટસ્ટ્રોકના કેસ લાવવામાં આવ્યા હતા. તેમાંથી 41 કેસો હીટસ્ટ્રોક હોવાનું સામે આવ્યું હતું. એમાંથી બે લોકોનાં મોત થયા છે. આ મોતની રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. હીટસ્ટ્રોકથી મૃત્યુ પામેલા બે પુરુષમાંથી એકની ઉંમર 35 વર્ષ અને બીજાની ઉંમર 55 વર્ષ છે.
બીજા કેસો કરતા હીટસ્ટ્રોકના કેસો વધ્યા
રાજયભરમાં હીટસ્ટ્રોકથી રક્ષણ મેળવવા માટે સાવચેતી એ જ સલામતી સાથે લોકોને જરૂરી પગલાં લેવા અને કામ વિના બહાર ન નિકળવા અનુરોધ કર્યો હતો.એપ્રિલ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીના કારણે રાજ્યભરમાં 108માં દૈનિક 50 કેસ નોંધાતા હતા, જેમાં છેલ્લા ચાર દિવસથી હીટસ્ટ્રોકના કારણે વધીને કેસોની સંખ્યા અનુક્રમે 106, 132, 188 અને ગઈકાલે રાજ્યભરમાં 224 કેસ નોંધાયા હતા. તાપમાન વધવાને કારણે કેસોની સંખ્યા વધી રહી છે.


