- ગઈકાલે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.0 ડિગ્રી નોંધાયુ
- રાજ્યના નાગરિકો કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે
- ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે
રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યના અમુક ભાગોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં સુરત, પોરબંદર, ભાવનગર, દીવમાં હિટવેવની આગાહી કરાઇ છે. આવતીકાલે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પાર જવાની આગાહી છે.
ગઈકાલે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.0 ડિગ્રી નોંધાયુ
ગઈકાલે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.0 ડિગ્રી નોંધાયુ છે. તેમજ ગુજરાતના વિવિધ શહેરનું તાપમાન જાણીએ તો તેમાં અમદાવાદ 39.2 ડિગ્રી, ગાંધીનગર 38.6 ડિગ્રી તથા ડીસા 38.7 ડિગ્રી તેમજ વડોદરા 39.8 ડિગ્રી અને સુરત 40.0 ડિગ્રી તથા કંડલા 39.1 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી અને સુરેન્દ્રનગર 39.8 ડિગ્રી તથા કેશોદમાં 38.6 ડિગ્રી તાપમાન છે.
રાજ્યના નાગરિકો કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે
રાજ્યના નાગરિકો કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગઇકાલે અન્ય શહેરોની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં 41.4, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 41, રાજકોટમાં 40.9, અમદાવાદમાં 40.8, સુરતમાં 40.6, ડાંગમાં 40.5, દાહોદમાં 39.4 અને ગાંધીનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લામાં સોમવારથી હિટવેવની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે
ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. જો કે, કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીથી રાહત મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 7 થી 11 મે એ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ સર્જાયું રહેશે પણ તેના પછી વાદળો હટી જશે અને ભારે ગરમી પડી શકે છે. ભલે અત્યારે હવામાં ભેજ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું હોય પણ બે દિવસમાં આકરી ગરમી પડી શકે છે.


