- રાજ્યમાં તાપમાનમાં નોંધાયો ઘટાડો
- પવનોની દિશા બદલાતા ઘટ્યું તાપમાન
- અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.6 ડિગ્રી
રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જેમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.6 ડિગ્રી રહ્યુ છે. તેમજ ગાંધીનગરમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તથા ભાવનગરમાં 41.5, અમરેલીમાં 41.2 ડિગ્રી અને રાજકોટમાં 40.6 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે
રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે. તેમજ પવનની ગતિ 25થી 30 કિમી પ્રતિકલાકની રહેશે. વલ્લભવિદ્યાનગર 39.9 ડિગ્રી, વડોદરા 39.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા બનાસકાંઠા,પાટણ,સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે. તથા 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે.
સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો
ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે કેટલાકા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે,આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે. રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે.


