- આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા વધુ સારું રહેશે
- જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ ખુબ સારૂ જશે
- દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે
ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જેમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. તેમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખુબ સારૂ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. તથા દેશમાં સરેરાશ સારો વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 એમએમ વરસાદ નોંધાય છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તેમજ ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય છે. તથા અલનીનોની અસર ઘટતા ચોમાસુ સારું રહેશે.
ઉનાળાની શરૂઆતથી ગુજરાતમાં ગરમી વધી રહી છે
ઉનાળાની શરૂઆતથી ગુજરાતમાં ગરમી વધી રહી છે. આ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગે ખૂબ સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે દેશમાં સારા વરસાદની આગાહી કરી છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સારા વરસાદની આશા છે. સિઝનનો કુલ વરસાદ સરેરાશ 87 સે.મી. સાથે 106 ટકા રહેવાની ધારણા છે. ત્યારે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહેશે તેવું અનુમાન છે.
1971થી 2020 સુધીના 50 વર્ષના વરસાદના આંકડા અનુસાર, આ વર્ષે 87 સે.મી વરસાદની ધારણા
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાના વરસાદનો લાંબો સમયગાળો રહેવાનો છે. આ દરમિયાન લગભગ 106 ટકા વરસાદનું અનુમાન છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. 1971થી 2020 સુધીના 50 વર્ષના વરસાદના આંકડા અનુસાર, આ વર્ષે 87 સે.મી વરસાદની ધારણા છે.


