- રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા
- અખાત્રીજના દિવસે નૈઋત્યના પવનથી સંકેત મળ્યા
- નૈઋત્યના પવનથી વહેલું ચોમાસુ બેસશે
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે. તેમાં અખાત્રીજના દિવસે નૈઋત્યના પવનથી સંકેત મળ્યા છે. જેમાં નૈઋત્યના પવનથી વહેલું ચોમાસુ બેસશે. ગુજરાતમાં ચોમાસુ મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. તેમજ 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહ બદલાશે. તથા 8 જૂનથી ચોમાસાની શરૂઆત વંટોળ સાથે થશે.
જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ સારો રહેવાની સંભાવના
જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ સારો રહેવાની સંભાવના છે. ગુજરાતના ઘણા ભાગોમાં 106% વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 700 MM કરતાં વધારે વરસાદ થશે. જૂનના પ્રારંભમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ બંગાળ ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે. તથા 24 મે સુધી અંદામાન-નિકોબાર ટાપુમાં ચોમાસુ બેસશે. જેમાં દક્ષિણ ભારતમાં ચોમાસુ વહેલું બેસશે. વાદળોનો સમૂહ સારો રહેવાની સંભાવના છે.
સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે
3 દિવસ બાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જે બાદ રાજ્યમાં વરસાદ આવશે. હાલ રાજસ્થાનની ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબસાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં વરસાદ લાવશે. એવામાં 11થી 13 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગ મુજબ, 11 મેએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદાર નગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. આ બાદ 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી છે. તો 13મી મેના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ અન દાદારા નગર હવેલી, તથા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.


