- આગામી 24 કલાક છુટાછવાયા વરસાદની આગાહી
- બનાસકાંઠા, મહેસાણામાં પડી શકે વરસાદ
- સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી સામે આવી છે. જેમાં આગામી 24 કલાકમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ પડી શકે છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે. તેમજ ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે મહીસાગર, વડોદરા, નર્મદા તથા છોટાઉદેપુર, સુરત, ડાંગ તથા નવસારી, વલસાડ, દમણમાં વરસાદ પડી શકે છે. તેમજ દાદરા નગર હવેલી તથા જામનગર, દ્વારકા, કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદ પડી શકે છે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિકલાકની રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી થતા લોકોને રાહત થઇ છે. એક ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી છે.
છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી
આગામી 24 કલાક ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ રહેશે. ગઈકાલે અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે.
સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો
સુરતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેમાં ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યુ છે. માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમજ દાહોદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ આવ્યો છે. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ચિંતિત થયા છે.


