- માથાના દુઃખાવા સાથે સામાન્ય નબળાઇ હીટવેવનું મુખ્ય લક્ષણ
- અશકત લોકોને હીટવેવની સૌથી વધુ અસર થાય છે
- બપોરના 12થી 4 દરમ્યાન તડકામાં જવું નહીં
ગરમીની સીઝનમાં હવામાન વિભાગ લોકોની સુવિધા માટે એલર્ટ જાહેર કરતા રહે છે. હાલમાં આવનારા 4-5 દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ હવામાન વિભાગના એલર્ટ 4 કલરમાં હોય છે. ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ. હવામાન વિભાગના વિવિધ રંગોના વિવિધ મતલબ રહે છે. અનેકવાર હવામાન સાથેની માહિતિમાં યલો, ઓરેન્જ, રેડ અને ગ્રીન એલર્ટનો ઉલ્લેખ જોવા મળે છે. પણ શું તમે જાણો છો કે આ એલર્ટ કઈ સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે. અને કયા કારણો તેના માટે ભાગ ભજવે છે. તો જાણો તમામ એલર્ટના મતલબ અને સાથે એ પણ જાણો કે જો તમે હીટવેવના સમયે બહાર નીકળો છો તો તમારે કયા ઉપાયો અજમાવી લેવા જેથી તમે સનસ્ટ્રોકનો શિકાર ન બનો.
ગ્રીન એલર્ટ
આ એલર્ટમાં કોઈ ખતરો હોતો નથી અને તેનાથી કોઈ ભયાનક સ્થિતિની શક્યતા રહેતી નથી.
યલો એલર્ટ
આ એલર્ટ ખતરાથી સચેત રહેવાનો સંકેત આપે છે. આ જસ્ટ વોચનું સિગ્નલ છે.
ઓરેન્જ એલર્ટ
આ એલર્ટ ખતરાનો સંકેત છે અને તેમાં લોકોને બહાર જવા-આવવામાં સાવધાની રાખવાનું કહેવાય છે.
રેડ એલર્ટ
આ ખતરનાક સ્થિતિ છે. જેમાં બચાવના તમામ ઉપાયો શરૂ કરી દેવાનું કહેવાય છે.
હીટ વેવની સૌથી વધુ અસર કોને થાય
- નાના બાળકો અને વૃધ્ધો એકલા રહેતા લોકોને.
- સામાજિક રીતે અલગ રહેતા લોકોને.
- માનસિક બીમાર વ્યકિતઓને વધુ અસર થાય.
- હૃદય, કીડની કેન્સર ફેફસાની બીમારિથી પીડિત લોકોને.
- અશકત લોકોને હીટ એલર્ટની સૌથી વધુ અસર થાય છે.
હીટ વેવની અસરના લક્ષણો શું હોય છે
- ગરમીને કારણે હીટ સ્ટ્રોકની અસર રહે અને ગરમીથી થાક લાગે.
- ગરમીની ફોલ્લીઓ શરીર પર નીકળી આવે.
- ગરમીમાં બહાર ફરવાથી કે પરસેવાથી ઈન્ફેકશન થાય.
- ગરમીમાં કામ કરવાથી સ્નાયુઓનું દુઃખાવા સાથે ખેંચ આવે.
- માથાના દુઃખાવા સાથે સામાન્ય નબળાઇ આવે.
- સ્ટ્રોકની બિમારી ન હોવા છતાં બેભાન થઇ જવું.
શું ધ્યાન રાખવું?
- દર્દીને ગરમીના સંસર્ગમાંથી દૂર કરો.
- શારીરિક પ્રવૃતિ બંધ કરી દેવી.
- બહારથી ઠંડક આપવાની પ્રક્રિયા શરૂ કરો.
- ઠંડા પાણીમાં ભીનો કરેલો ટુવાલનો ઉપયોગ કરવો.
- આઇસ પેક ગળા ફરતે રાખો.
- ઠંડાપાણીનાં ફુવારાથી સ્નાન પણ કરવું.
- શરીરનું તાપમાન 40. સી. થી ઓછું હોય તો દર 5 મિનીટે ચકાસો મોંઢેથી પ્રવાહી-ઓઆરએસ આપવાનું શરૂ કરો.
- અત્યંત ગરમીની પરિસ્થિતિમાં શું કરવું.
- બપોરના 12થી 4 દરમ્યાન તડકામાં જવું નહીં.
- બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
- હવામાનની ખબરો ધ્યાનપૂર્વક સાંભળો.
- બંધ વાહનમાં બાળકોને એકલા કદાપિત ન છોડો.
- શકય હોય ત્યાં સુધી ઘર કે ઓફીસમાં રહો.
- તડકામાં બિનજરુરી બહાર નીકળવાનું ટાળો.
- આઉટડોર રમતો કે પ્રવૃતિઓ મોકૂફ રાખો.
- નિયમિત સમયે સંતુલિત અને હળવો ખોરાક લો.
- તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ પાણી પીઓ.
- ગરમીમાં કેફીન યુકત પીણા લેવાનું ટાળવું જોઈએ.
- ખેચ, હૃદય, કીડની,લીવરના દર્દીઓને તબીબી સલાહ લેવી.
- મહત્તમ શરીર ઢંકાય તેવા ઢીલા વસ્ત્રો પહેરવા જોઈએ.
- વજનમાં હલકા અને આછા રંગના વસ્ત્રો પહેરવા.
- ઘેરા રંગના વસ્ત્રો સૂર્યના કિરણો શોષી લેતા હોવાથી ન પહેરવા.
- માથા અને ચહેરાના રક્ષણ માટે ટોપી પહેરવી.
Disclaimer : આ આર્ટિકલ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં.