ગુજરાતનો દરિયાકાંઠો બનશે બ્લૂ ઇકોનોમીનું સુપર પાવર હાઉસ
દરિયાઇ શેવાળ ગ્લેશીલેરીયા પ્રજાતિની ખેતી કરશે : જખૌ બંદરમાં ૧૨૧ કરોડના ખર્ચે જેટી અને હાર્બર બનશે
અગ્ર ગુજરાત, ભૂજ
હરણફાળ વિકાસ કરી રહેલા ગુજરાતમાં હવે વધુ એક છોગુ ઉમેરાવા જઈ રહ્યું છે. કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ બનશે. જેનાથી ગુજરાતની બ્લ્યૂ ઈનોકોમીને વેગ મળશે. બ્લૂ ઇકોનોમીને વેગ આપવા કચ્છના દરિયે મોટું આયોજન કરવાનું પ્લાનિંગ છે. કચ્છના જખૌ બંદરમાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે.
11 થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કચ્છ-સૌરાષ્ટ્રની સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે હાંસલ સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. કચ્છનાં કોરી ક્રીક વિસ્તારમાં CMFRI, CSMCRI તથા ખાનગી ઉદ્યોગ સાહસિકો દ્વારા દરિયાઈ શેવાળ ગ્લેશીલેરીયા પ્રજાતિની ખેતી કરવામાં આવી રહી છે.
કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ બનશે, જેમાં મરીન બાયોટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને ઇકો-ટુરિઝમ જેવા ક્ષેત્રોનો સમાવેશ થશે. જખૌ બંદરમાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચે આધુનિક જેટી અને હાર્બર બનશે, જે બ્લૂ ઇકોનોમીને વેગ આપશે. 11-12 જાન્યુઆરી ૨૦૨૬માં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કચ્છ-સૌરાષ્ટ્રની સીવીડ ફાર્મિંગ સિદ્ધિઓ વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે.
કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં CMFRI, CSMCRI અને ખાનગી ઉદ્યોગ સાહસિકો દ્વારા ગ્લેશીલેરીયા પ્રજાતિના દરિયાઈ શેવાળની ખેતી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે, જેમાં કચ્છ ૪૦૬ કિ.મી. વિસ્તાર સાથે ૨૫.૩૮% હિસ્સો ધરાવે છે. બ્લૂ ઇકોનોમીમાં મત્સ્ય ઉત્પાદન, પોર્ટ-લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જે ભારતના હરિત વિકાસને મજબૂત કરશે.


