- નવી સ્પેસ લેબનું નામ કલામ સારાભાઈ સ્પેસ ઇનોવેશન લેબ
- સ્પેસ લેબમાં ઇનોવેશન લેબ, રોબોટિક્સ ઝોન તૈયાર કરાયું
- એસ્ટ્રોનોમી, 3D ઝોન પણ સ્પેસ લેબમાં તૈયાર કરાયા
અમદાવાદમાં ગુજરાતની પ્રથમ સ્પેસ લેબ લોન્ચ કરાઈ છે. જેમાં નવી સ્પેસ લેબનું નામ કલામ સારાભાઈ સ્પેસ ઇનોવેશન લેબ રાખવામાં આવ્યું છે. તેમાં સ્પેસ લેબમાં ઇનોવેશન લેબ, રોબોટિક્સ ઝોન તૈયાર કરાયું છે. તથા એસ્ટ્રોનોમી, 3D ઝોન પણ સ્પેસ લેબમાં તૈયાર કરાયા છે.
સ્પેસ લેબમાં 6 રોબોટ્સ મુકવામાં આવ્યા
લેબમાં વિનામૂલ્યે લોકો વિઝીટ કરી શકશે. સ્પેસ લેબમાં 6 રોબોટ્સ મુકવામાં આવ્યા છે. જેમાં ઇસરોની હિસ્ટ્રીથી લઈને ચંદ્રયાન 3 સુધીના રોકેટ્સ પણ મુકાયા છે. તેમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે પ્રેરાય તેવા ઉદેશ્ય સાથે લેબ બનાવી છે. તેમાં લેબમાં વિનામૂલ્યે લોકો વિઝીટ કરી શકશે. સ્પેસ લેબમાં ઇનોવેશન લેબ, રોબોટિક્સ ઝોન, એસ્ટ્રોનોમી, 3ડી ઝોન તૈયાર કરાયું છે.

પ્રાઇવેટ સેક્ટર ખોલવા અંગે પીએમ મોદીએ જાહેરાત કરી હતી
અગાઉ સ્પેસ ક્ષેત્રે ઈસરો દ્વારા પ્રાઇવેટ સેક્ટર ખોલવા અંગે પીએમ મોદીએ જાહેરાત કરી હતી. ત્યારે IN-SPACe, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળની સ્વાયત્ત નોડલ એજન્સીએ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબની સ્થાપન કરી છે. અમદાવાદના બોપલમાં IN-SPACe ખાતે દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબ શરૂ થઈ ગઈ છે. ઇસરોના ચેરમેન અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી એસ.સોમનાથ દ્વારા સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સેન્ટર ખાતે બનેલી લેબમાં સ્ટાર્ટ અપને તક આપવામાં આવશે
IN-SPACe એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ખાતે બનેલી લેબમાં સ્ટાર્ટ અપને તક આપવામાં આવશે. IN-SPACe દ્વારા સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબના માધ્યમથી ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા છે. સ્ટાર્ટ અપને અવકાશ ક્ષેત્રમાં તક આપવાથી સ્પેસ સેક્ટરના GDPમાં વર્તમાન યોગદાનને 2 ટકાથી વધારી 10 ટકા કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. સ્પેસ ક્ષેત્રે ઉત્સાહી સ્ટાર્ટ અપને IN-SPACe એ મિશન પ્લાનિંગથી લઈ RF, માળખાકીય અને થર્મલ ડિઝાઇન અને સ્પેસ સિસ્ટમના વિશ્લેષણ માટે જરૂરી સિમ્યુલેશન સાધનોથી સજ્જ ડિઝાઇન લેબની મદદ કરાશે.


