- નિયમો તૈયાર હોવા છતા જાહેર નહી થતા આચાર્યોની ધરણાની ચીમકી
- જિલ્લા મુખ્ય સુચિત શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ
- શિક્ષકો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે
એચ-ટાટ મુખ્ય શિક્ષકોની બદલી અને કેડરના નિયમો જાહેર કરવામાં સરકાર દ્વારા આળસ કરવામાં આવી રહી છે. જેના કારણે મુખ્ય શિક્ષકોમાં રોષ છે. આ મામલે આજે જિલ્લા મુખ્ય સુચિત શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે બ દલી અને કેડરના નિયમો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જો, આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં મુખ્ય શિક્ષકો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એચ-ટાટ મુખ્ય શિક્ષકની પોસ્ટ ઉભી કરી વર્ષ 2012 થી 2018 સુધી નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા એચટાટ આચાર્યો વર્ષ 2012થી શાળામાં કામગીરી કરી રહ્યા છે. હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વિતી ગયો છે. તેમ છતા આ કેડરની બદલી અને સેવાકિય નિયમો જાહેર થયા નથી. બદલી સેવાકિય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજદિન સુધી વારંવાર વિવિધ રજુઆતો શિક્ષણ્ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવીર હી છે. નિયમો તૈયાર હોવા છતા જાહેર કરવામાં આવ્યા નહી હોવાનો આચાર્યોનો આરોપ છે.આ મામલે ગાંધીનગર જિલ્લા મુખ્ય શિક્ષક એચ-ટાટ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું અને વહેલી તકે બદલી અને કેડરના નિયમો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે મુખ્ય શિક્ષકોએ આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ધરણાની પણ ચીમકી ઉચ્ચારી છે.


