- માંજલપુરમાં રહેતા 57 વર્ષીય દર્દીનું નીપજ્યું મોત
- SSG હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા
- ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરાયા હતા SSGમાં
વડોદરામાં H1N1 ઈન્ફલ્યુએન્ઝાના દર્દીનું મોત થયુ છે. જેમાં માંજલપુરમાં રહેતા 57 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે. SSG હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. H1N1 સહિત અનેક બીમારીઓની સારવાર ચાલતી હતી. જેમાં ખાનગી હોસ્પિટલમાંથી SSGમાં દર્દીને રિફર કરાયા હતા.
શહેરમાં H1N1ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું મોત નીપજયું
શહેરમાં H1N1ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું મોત નીપજયું છે. એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ હતો. ભારતમાં સતત વધી રહેલા કોવિડ-19 કેસો વચ્ચે કોરોનાના સબ-વેરિયન્ટ JN.1ના કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે. દેશમાં નવા વેરિયન્ટના કુલ કેસોનો આંકડો 1 જાન્યુઆરી સુધીમાં 196 પર પહોંચી ગયો છે. એક અહેવાલ મુજબ દેશમાં JN.1ના કુલ 196 કેસો સામે આવ્યા છે. અહેવાલ મુજબ ઓડિશામાં પણ નવા વેરિયન્ટનો પગપેસારો થયો છે. અત્યાર સુધીમાં દેશના કુલ 10 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા વેરિયન્ટના કેસો સામે આવ્યા છે.
નવેમ્બરમાં 17 કેસો નોંધાયા હતા
ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 2 તેમજ ઓડિશા અને દિલ્હીમાં 1-1 કેસ સામે આવ્યા છે. અહેવાલ મુજબ ડિસેમ્બરમાં દેશભરમાં નોંધાયેલા કુલ કોરોના કેસોમાંથી 179 કેસોમાં JN.1 વેરિયન્ટની પુષ્ટી થઈ હતી, જ્યારે નવેમ્બરમાં 17 કેસો નોંધાયા હતા.


