પટેલ સમાજમાં વર્ષોથી જેમ પરંપરા બંધ હવે સરસ્વતી તાલુકામાં 5 ગામ ઝેમ પર પ્રતિબંધ મૂક્યો છે
રંગોનો તહેવાર હોળી ધૂળેટીમાં રંગો છાંટવાની સાથે પારિવારિક સંબંધોમાં હાયડાની મીઠાઈ સાથેનો ઝેમ વહુ કે દીકરીને આપવાની દરેક સમાજમાં પરંપરા હતી પરંતુ આધુનિક સમયમાં વર્ષે વર્ષે દરેક સમાજમાં ઝેમ આપવાનું ચલણ ઘટતા બજારોમાં 50 ટકાથી વધુ હાઇડાની મીઠાઈનું વેચાણ ઘટવા પામ્યું હોય વ્યાપારીઓમાં હવે પહેલાં કરતાં 50 થી 70 ટકા માલ ઓછો બનાવી રહ્યા છે
પાટણ ગ્રામીણ વિસ્તાર વાળો જિલ્લો હોય વર્ષો પૂર્વે હોળીની ઝેમ પરંપરા ખૂબ પ્રચલિત હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તમામ સમાજમાં આધુનિકતાના કારણે ઝેમનુ ચલણ ઘટી રહ્યું છે જેમાં પટેલ સમાજમાં સદંતર ઝેમની પરંપરાની અપાય છે સરસ્વતી તાલુકાના 5 જેટલા ગામોમાં આ વર્ષથી સદંતર બંધ છે અન્ય તમામ સમાજમાં દર વર્ષે ઘટી રહ્યું હોય તેવું જાણવા મળ્યું હતું
હોળીના પર્વમાં ઝેમ પરંપરા શું છે
હોળીના પર્વ ઉપર પ્રથમ સંતાનના જન્મ પ્રસંગે પ્રથમ હોળીમાં દર્શન વિધિ માટે સાસરી – પિયર કે સ્નેહીજનો દ્વારા દીકરી કે પુત્રવધુને ઝેમ લઈ જવાની પરંપરા વર્ષો પૂર્વ સમાજમાં પ્રચલિત હતી જેમાં બાળક માટે કપડાં હાયડા ખજૂર આપે તો 300 રૂપિયા જેટલો ખર્ચ તેમજ જો સુખી ઘરના હોય તો સોના ચાંદીનો દાગીનો લઈ જાય તો 2500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે દાગીના લઈ જવા ફરજિયાત નથી પરંતુ મોટાભાગના દાગીના લેવાતા હોય છે
સૌથી વધુ અસર હાયડાના વેચાણ પર થઈ : વેપારીઓ
પાટણ ખાતે હાઇડા નો વ્યવસાય કરતાં વ્યાપારીઓ અને ફેરિયાયો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હોલસેલમાં 80 રૂપિયા અને છૂટક 100 રૂપિયા ના ભાવે વેચાય છે ચાર પાંચ વર્ષથી વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે પહેલા પાંચ થી છ હજારથી વધુ કિલો વેચાણ સામે હવે બે હજાર કે ત્રણ હજાર કિલો વેચાણ થાય છે કેટલાક વેપારીઓએ આ વર્ષે વેચાણ પણ બંધ કરી દીધું છે માત્ર ઠાકોર સમાજ સહિત ગ્રામીણ વિસ્તારમાં ઝેમ આપવાની પરંપરા જળવાઈ રહી હોય હજુ બજારમાં વેચાણ થઈ રહ્યું છે


