- ગત વર્ષ કરતાં આ વખતે હજયાત્રીઓની સંખ્યામાં મોટો વધારો
- મક્કા મસ્જિદને ઈસ્લામનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે
- વર્ષ-2023માં 18 લાખથી વધુ લોકોએ હજયાત્રા કરી હતી
આ અઠવાડિયાના અંતમાં શરૂ થતી હજયાત્રાથી પહેલા હજ જાયરીનની વધુ સંખ્યામાં સાઉદી અરબના મક્કા પહોંચ્યા છે. સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવાર સુધી 15 લાખ કરતાં વિદેશી હજ જાયરીન મક્કા પહોંચી ચુક્યા છે. મોટાભાગના જાયરની વિશ્વના જુદા-જુદા દેશોથી વિમાન માર્ગે અહીં આવે છે. શુક્રવારે સત્તાવાર રીતે શરૂ થતી હજ માટે વધુ લોકો પહોંચવાની આશા છે. આ ઉપરાંત સાઉદી અરબમાં રહેતા હજારો મુસ્લિમો અને બીજા લોકો પણ હજમાં સામેલ થશે.
સાઉદી અધિકારીયોએ જણાવ્યું કે તેમને આશા છે કે, આ વર્ષે હજયાત્રામાં સામેલ થનાર લોકોની સંખ્યા-2023 કરતાં વધુ છે. તેમને જણાવ્યું કે 18 લાખથી વધુ લોકોએ હજ કરી. જ્યારે કોવિડ મહામારીથી પહેલાં વર્ષ-2019માં 24 લાખથી વધુ મુસ્લિમોએ હજ કરી હતી. પેલેસ્ટાઈન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં મક્કા પહોંચતા હજ જાયરિનમાં 4200 પેલેસ્ટાઈન લોકો પણ સામેલ છે. મકકાની વિશાળ મસ્જિદમાં હજ જાયરીનીઓની ભીડ દેખાઈ અને તેમને કાબાની ચારે બાજુ સાતવાર પ્રદક્ષિણા કરી અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું.
મુસ્લિમોનું પવિત્ર સ્થળ મક્કા
મક્કા મસ્જિદને ઈસ્લામનું સૌથી પવિત્ર સ્થળ મનાય છે. ગુરુવારે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું અને ઘણા લોકો તડકાથી બચવા છત્રીઓ હાથમાં લઈ ફરતા જોવા મળ્યાં હતા. હજ માટે મક્કા આવેલી એક મહિલાએ જણાવ્યું કે જ્યારે હું આવી અને કાબાને જોઈને મને રાહત મળી. મહિલાપોતાના પતિ અને દીકરી સાથે મક્કા પહોંચી હતી.


