ભારતીય વાયુસેના માટે વધુ 97 LCA તેજસ માર્ક 1A ફાઈટર વિમાનની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. 62,000 કરોડ રૂપિયાની ડીલને એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અંતિમ મંજૂરી મળી છે. જેનાથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આ વિમાનોના ઉત્પાદનનો રસ્તો સાફ થઈ ગયો છે. આ પગલું મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની પહલને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે.
જૂના વિમાનોને હટાવવામાં આવશે
આ કાર્યક્રમ ના માત્ર ભારતીય વાયુસેનાને આધુનિક બનાવશે પણ દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ સંરક્ષણ ક્ષેત્રમાં વેપારને મોટો અવસર આપશે. ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાના જુના મિગ-21 વિમાન પર નિર્ભર રહી છે. જે 1960ના દાયકામાં ડિઝાઈન કરેલા છે. આ વિમાન હવે જુના થઈ ચૂક્યા છે અને આધુનિક યુદ્ધની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નબળા પડી રહ્યા છે. સરકારે આગામી કેટલા અઠવાડિયામાં મિગ-21ના બેડાને પૂરી રીતે હટાવવાનો નિર્ણય કર્યો છે. તેની જગ્યા લેવા માટે સ્વદેશી તેજસ માર્ક 1એને પસંદ કરવામાં આવ્યા છે. જે ચોથી પેઢીને ફાઈટર વિમાન છે.
ભારતીય વાયુસેનાની પાસે હવે કૂલ 180 તેજસ માર્ક 1એ વિમાન હશે
તેજસ માર્ક 1એ પહેલાના 40 તેજસ વિમાનની તુલનામાં વધુ અદ્યતન છે. તેમાં સારી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને રડાર છે, જે તેને આધુનિક હવાઈ યુદ્ધ માટે વધારે સક્ષમ બનાવે છે. આ વિમાનમાં 65 ટકાથી વધારે હિસ્સો સ્વદેશી છે. આ તેજસ માર્ક 1એનો બીજો મોટો ઓર્ડર છે. આ પહેલા થોડા વર્ષ પહેલા સરકારે 48,000 કરોડ રૂપિયાના ખર્ચે 83 તેજસ માર્ક 1એ વિમાનનો ઓર્ડર આપ્યો હતો. નવા ઓર્ડરની સાથે ભારતીય વાયુસેનાની પાસે હવે કૂલ 180 તેજસ માર્ક 1એ વિમાન હશે. આ ડિલ HALને મળી છે, જે ભારતના મુખ્ય સંરક્ષણ વિમાન નિર્માતા કંપની છે. આ ડીલને ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંજૂરી પણ મળી ચૂકી છે, હવે આ વિમાનોનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.