હળવદના નવા શીરોઈ ગામ નજીક ટ્રેક્ટર-ટ્રોલીના ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરપાટ ચલાવી સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાકા-ભત્રીજાને માથામાં તેમજ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે ઇજાઓને કારણે બાઈક ચાલક કાકાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે ૧૮ વર્ષીય ભત્રીજાને ગંભીર ઇજાઓમાં હોસ્પિત અર્થે સારવારમાં છે. આ અકસ્માતના બનાવ બાબતે મૃતકના ભાઈ દ્વારા હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગત તા.૩૦/૦૫ના રોજ બાઈક રજી.નં. જીજે-૧૩-એએ-૬૧૧૭ માં નીકળેલ એભલભાઈ પંચાસરા તેમજ તેમનો ભત્રીજો ભાથીજી પંચાસરા રહે. બંને જૂની શીરોઈ ગામ તા.હળવદ જેઓ નવા શીરોઇ ગામથી આગળ સ્મસાન સામે રોડ પર નાલા પાસે પહોંચ્યા હતા ત્યારે સામેથી આવતા ટ્રોલી સાથે જોડેલ ટ્રેક્ટર રજી. જીજે-૧૩-ડબલ્યુ-૫૬૩૮ તથા જમણી બાજુ લખેલ રજી.નંબર જીજે-૧૩-એનએન-૦૩૩૯ પુરઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી આવી સામેથી આવતા મો.સાયકલ સાથે ભટકાડતા મો.સાયકલની પાછળની સીટમા બેસેલ ભાથીજીને પગ તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જયારે મો.સાયકલ ચાલક એભલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક્ટર ચાલક પોતાનુ ટેક્ટર લઇ નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવની મૃતકના ભાઈ દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટરના ચાલક આરોપી મહેશભાઇ થોભણભાઇ સોનગ્રા રહે-નવા વેગડવાવ તા-હળવદ જી-મોરબી સામે ગુનો નોંધી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.