- પોલીસ તોફાનીઓ સામે યુએપીએ અને એનએસએ હેઠળ કામગીરી કરશે :ડીજીપી
- ઇન્ટરનેટ સેવા હજી પણ સ્થગિત, બનભુલપુરા વિસ્તારમાં સંચારબંધી યથાવત્
- ગેરકાયદે બાંધકામ મુખ્ય આરોપી અબ્દુલ મલિક અને તેના પુત્રે કર્યું હતું
હલ્દવાનીના બનભુલપુરા હિંસા કેસમાં મેજિસ્ટ્રિયલ તપાસ થશે. કુમાઉ કમિશનર દીપક રાવતની હલ્દવાની અને નજીકના વિસ્તારોમાં થયેલી હિંસક ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ માટે વરણી થઈ છે.મુખ્ય સચિવ રાધા રતૂડીએ આપેલા આદેશને પગલે કમિશનર દીપક રાવત મેજિસ્ટ્રિયલ તપાસ કરશે. તેમણે 15 દિવસની અંદર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને અહેવાલ સોંપવાનો છે. દરમિયાન હિંસાનો સુત્રધાર અબ્દુલ મલિક અને તેનો પુત્ર ઝડપાઇ ગયો છે. તે ઉપરાંત પોલીસે સપા નેતાના ભાઇની પણ ધરપકડ કરી છે. ગેરકાયદે બાંધકામ મુખ્ય આરોપી અબ્દુલ મલિક અને તેના પુત્રે કર્યું હતું.
હલ્દવાની હિંસા કેસમાં પોલીસે 18 નામ સહિત પાંચ હજાર ઉપદ્રવી વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે. ઘટના સ્થાન અને આસપાસના વિસ્તારમાંથી મૃતદેહો કબજે કર્યા છે. એક વ્યક્તિનું મૃત્યુ બરેલી લઈ જતી વખતે થયું હતું. ડીજીપી અભિનવકુમાર કહી રહ્યા છે કે સુનિયોજિત રીતે પોલીસ મથક ફૂંકવામાં આવ્યું છે. પોલીસ પર પથ્થરમારો થયો હતો. કેટલાક વિસ્તારોમાંથી સંચારબંધી દૂર
હલ્દવાનીના કેટલાક વિસ્તારોમાં કરફ્યૂમાં છૂટછાટ આપવામાં આવી છે. ઉત્તરાખંડના એડીજી એ.પી.અંશુમાને કહ્યું કે બનભુલપુર અને આસપાસના વિસ્તારને બાદ કરતાં હલ્દવાનીમાં સંચારબંધીમાં સંચારબંધી દૂર કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈએ બનભુલપુર તરફ જવા મંજૂરી નથી. પોલીસને તેનું કામ કરવા દો. અરાજક તત્ત્વોની શોધ ચાલુ છે. 3 FIR દાખલ થયેલી છે.


