માનગઢ ગામના માજી સરપંચ અકસ્માત કરી સ્થળ ઉપરથી નાસી ગયા હતા.
હળવદ-માળીયા હાઇવે ઉપર અકસ્માતની ઘટનામાં આઈ-૨૦ કાર હડફેટે બાઈક ચાલક વૃદ્ધનુ મોત નીપજ્યું હતું. જયારે કાર ચાલક કે જે હળવદ તાલુકાના માનગઢ ગામના પૂર્વ સરપંચ હોય તેઓ અકસ્માત સર્જી અકસ્માતના સ્થળ ઉપરથી નાસી ગયા હોય હાલ મૃતકના પુત્ર દ્વારા આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર આજથી ૩૯ દિવસ અગાઉ હળવદ માળીયા હાઇવે પર હળવદ રાતકડી હનુમાનજી તરફ જતા રસ્તાની સામે ગત તા. ૨૩/૦૪ના રોજ માનગઢ ગામના માજી સરપંચ વનજીભાઇ મગનભાઇ તેના હવાલાવાળી સીલ્વર કલરની આઇ ૨૦ ગાડી હાઇવે રોડ પર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી હિરો કંપનીના ડીલક્ષ મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-એપી-૩૨૭૨ને ઠોકર મારતા બાઈક ચાલક ગણેશભાઇ ગોવિંદભાઇ ચૌહાણને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી ગુનો કરી નાશી જતા મૃતકના પુત્ર અશ્વીનભાઈ ગણેશભાઈ ચૌહાણ રહે.હાલ વસંતપાર્ક હળવદ મૂળરહે વેળાવદર ગામે તા વઢવાણ જીલ્લો સુરેન્દ્રનગર દ્વારા ઉપરોક્ત આઈ-૨૦ કારના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.