- હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની ઈરાનના તહેરાનમાં હત્યા
- ઈઝરાયલે નવ મહિના પછી આખરે હમાસના વડાની હત્યા કરી
- ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રો અગાઉ હવાઈ હુમલામાં મોતને ભેટયા હતા
ઈઝરાયલમાં ગત વર્ષે સાત ઑક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાનો આખરે તેને બદલો લઈ લીધો છે. હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતાર્યો છે. ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસ ચીફ ઈસ્માલ હનિયા હણાયો છે. ઈઝરાયલી સૈન્યના એક નિવેદન પ્રમાણે હાનિયા અને તેના એક ગાર્ડની કથિત રીતે તહેરાનમાં આવેલા તેના આવાસ પર હત્યા કરી દેવામાં આવી છે. ઈસ્માઈલ હાનિયા આતંકી સંગઠન હમાસનનો નેતા છે. તે નવા ઈરાની રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનના પ્રવાસે હતો. આ અગાઉ એપ્રિલમાં હવાઈ હુમલામાં ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રો મોટને ભેટયા હતા.
ઈરાનની સેનાએ સ્વીકાર્યું
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પોતાના નિવેદનમાં જણાવ્યું કે હુમલો તહેરનમાં હાનિયાના આવાસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં હમાસના વડાની સાથે એક બોર્ડીગાર્ડનું પણ મોત થયું છે. હાનિયા વર્ષ-2019ની પહેલાથી પેલેસ્ટાઈનથી બહાર રહેતો હતો. ઈસ્માઈલ હાનિયાના નિર્દેશ પર જ હમાસે ઈઝરાયલ પર ગત વર્ષે સાત ઑક્ટોબરે આતંકવાદી હુમલો કર્યો હતો.
હમાસ ચીફના પુત્રો પણ મોતને ભેટયા
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2024માં ઈઝરાયલી સૈન્યએ હાનિતાના ત્રણ પુત્રોના ઠાર માર્યા હતા. ઈઝરાયલે ગાઝા પટ્ટી પર એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં હાનિયાના ત્રણ પુત્રો મોતને ભેટયા હતા. ઈઝરાયલની સૈન્યએ જણાવ્ચું કે હાનિયાના ત્રણ પુત્ર આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા. અને તેઓ આતંકવાદી પ્રવૃત્તિ કરવા જતા આ ત્રણેયના હવાઈ હુમલામાં મોત થયા હતા.


