- હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની એર સ્ટ્રાઇક
- ઈઝરાયેલની પ્રાથમિકતા હમાસને નષ્ટ કરવાની છે: IDF
- “હમાસે 7 ઓક્ટોબરના ઈઝરાયેલ પરના હુમલોનો બદલો”
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ ઇઝરાયેલે યુદ્ધના પ્રથમ છ સપ્તાહ દરમિયાન ગાઝામાં તેના સૌથી મોટા અને સૌથી વિનાશક બોમ્બનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે ગાઝામાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે.
ઈઝરાયેલે દક્ષિણ ગાઝામાં 2,000 પાઉન્ડના બોમ્બનો ઉપયોગ કર્યો છે. જ્યાં ઈઝરાયેલે ગાઝાના નાગરિકોને સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપ્યો હતો. બોમ્બનો ઉપયોગ પશ્ચિમી સેનાઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હવે તેને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ક્યારેય છોડવામાં આવતા નથી.
500થી વધુ ખાડાઓ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની સિન્થેટિકે ગાઝા યુદ્ધ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જે અનુસાર, દક્ષિણ ગાઝાની સેટેલાઈટ ઈમેજી દર્શાવે છે કે ત્યાં 40 ફૂટના 500થી વધુ ક્રેટર છે, જે 2,000 પાઉન્ડના બોમ્બના કારણે બની શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેટેલાઇટ ઇમેજરી અને ડ્રોન ફૂટેજમાં લગભગ 208 ક્રેટર્સની ઓળખ કરવામાં આવી છે, પરંતુ કેટલાક ચૂકી ગયા હોવાની શક્યતા છે.
ઈઝરાયેલે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું
ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઈઝરાયેલની પ્રાથમિકતા હમાસને નષ્ટ કરવાની છે અને આવા પ્રશ્નો પછી વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ નાગરિકોના નુકસાનને ઓછું કરવા માટે શક્ય સાવચેતી રાખે છે. નોંધનીય છે કે હમાસે 7 ઓક્ટોબરના રોજ અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, આ હુમલા બાદ ઈઝરાયેલે હમાસને ખતમ કરવાના ઉદ્દેશ્ય સાથે ગાઝા પર મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં 20 હજાર લોકોના મોત થયા છે.


