- ઈઝરાયલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ દયનીય
- યુદ્ધ વચ્ચે બાળકો અને મહિલાઓની જાનહાનિ
- 3,900 બાળકો મૃત્યુ અને 8,067 બાળકો ઘાયલ
ઈઝરાયલ-હમાસ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે બાળકો અને મહિલાઓની જાનહાનિને લઇને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જેમાં ઈઝરાયલના હુમલામાં દર 10 મિનિટે એક બાળકનું મોત થઈ રહ્યું છે અને બે ઘાયલ થઇ રહ્યા છે.
અત્યાર સુધીમાં 3,900 બાળકોના મૃત્યુ
હમાસ દ્વારા સંચાલિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના ઈમરજન્સી મેડિકલ સેન્ટરે આરોપ મૂક્યો છે કે ઈઝરાયલના હુમલામાં દર 10 મિનિટે એક બાળકનું મોત થઈ રહ્યું છે અને બે ઘાયલ થઈ રહ્યા છે. મરજન્સી સેન્ટરના નિર્દેશક મોઆતાસેમ સલાહે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે જ્યારથી ઈઝરાયલે ગાઝા પર હુમલા કરવાનું શરૂ કર્યું છે ત્યારથી 3,900 બાળકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 8,067 બાળકો ઘાયલ થયા છે.
1250 બાળકો હજુ ગુમ
યુદ્ધ વચ્ચે 1250 બાળકો હજુ પણ ગુમ છે. ઈઝરાયલના હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 70 ટકા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો હતા. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે એકસાથે 5000 રોકેટ વડે હુમલો કર્યા બાદથી ઈઝરાયલ ગાઝા પર બોમ્બમારો કરી રહ્યું છે. હમાસના હુમલામાં 1400 ઈઝરાયલી માર્યા ગયા હતા અને ઓછામાં 239 લોકોને બંધક બનાવી અપહરણ કરી લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.


